પૂરૂં નામ : મહમૂદ અલ-હસન
જન્મ : ૧૮પ૧ બરેલી (તારીખ ઉપલબ્ધ નથી)
મૃત્યુ : ૩૦ નવેમ્બર ૧૯ર૦
રાષ્ટ્રીયતા : ભારતીય
ધર્મ : ઈસ્લામ
વિશેષ : જામિયા મિલિયા ઈસ્લામિક યુનિવર્સિટીનો પાયો નાખનાર

 

મહમૂદ અલ-હસનનો જન્મ ૧૮પ૧માં બરેલી શહેરમાં એક વિદ્વાન પરિવારમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ ઝુલ્ફર્કાર અલી અરબી ભાષાના એક વિદ્વાન હતા અને આ ક્ષેત્રમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંંપનીના પ્રશાસનના શિક્ષણ વિભાગમાં કામ કરતા હતા.
શાળામાં પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતા મૌલાના મહમૂદ અલ-હસને બ્રિટિશ ભારત અને દુનિયાના રાજકીય વાતાવરણમાં રસ વિકસિત કર્યો. જ્યારે તુર્ક સામ્રાજ્યએ બ્રિટિશ સામ્રાજ્યના વિરૂદ્ધ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કર્યો હતો. દુનિયાભરના મુસ્લિમ ભવિષ્ય વિશે ચિંતિત હતા. તુર્ક સામ્રાજ્યના સુલતાન જે ઈસ્લામ વિરૂદ્ધ હતા અને વૈશ્વિક મુસ્લિમ સમુદાયના આધ્યાત્મિક નેતા હતા. જે ખિલાફત સંઘર્ષરૂપે ઓળખાતા હતા. એમના નેતાઓ મોહમ્મદ અલી અને શૌકત અલીએ પૂરા દેશમાં વિરોધ પ્રદર્શન કર્યો. મહમૂદ અલ-હસન મુસ્લિમ વિદ્યાર્થીઓને આંદોલનમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા ઉત્સાહિત હતા. હસને ભારતની અંદર અને બહાર બંને તરફથી બ્રિટિશ શાસન વિરૂદ્ધ સશસ્ત્ર ક્રાંતિ શરૂ કરવાના પ્રયાસોનું આયોજન કર્યું. તેમણે સ્વયંસેવકોને ભારત અને વિદેશોમાં પોતાના અનુયાયીઓની વચ્ચે તાલીમ આપવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો. આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ ગયા. તેમાંથી સૌથી પ્રસિદ્ધ મૌલાના ઉબાયદુલ્લાહ સિંધી અને મૌલાના મુહમ્મદ મિયાં મંસૂર અન્સારી હતા.
મહમૂદ અલ-હસનના પ્રયાસોએ તેઓને ના તો મુસલમાનો બલ્કે ધાર્મિક અને રાજનીતિક સ્પેકટ્રમમાં ભારતીયોની પ્રશંસા જીતી. તે ભારતીય સ્વતંત્રતાના પ્રતીક બની ગયા અને તેમણે કેન્દ્રીય ખલાફાત દ્વારા શેખ-અલ-હિંદનો ખિતાબ આપવામાં આવ્યો.
હસને એક ફતવો જાહેર કર્યો. જેમાં મહાત્મા ગાંધી અને ઈન્ડિયન નેશનલ સાથે સમર્થન તથા ભાગ લેવા માટે તમામ ભારતીય મુસલમાનોનું કર્તવ્ય બનાવી દેવામાં આવ્યું. તેમણે ભારતીય રાષ્ટ્રવાદીઓ હાકીમ અજમલખાન, મુખ્તાર અહમદ અન્સારી દ્વારા સ્થાપિત એક યુનિવર્સિટી જામિયા મિલ્લિયા ઈસ્લામિયાનો પાયો નાખ્યો. જે બ્રિટિશ નિયંત્રણથી સ્વતંત્ર સંસ્થા વિકસિત કરવા માટે છે. મહમૂદ અલ-હસનનું ૩૦ નવેમ્બર ૧૯ર૦એ નિધન થઈ ગયું.