(એજન્સી)                                                       તા.૯

દેશની ટોપ ૧૦ યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીને વધુ એક ઝળહળતી સફળતા મળી હતી. આ વખતે ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ યુપીએસસીની સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી હતી.

તમને જણાવી દઈએ કે આ ૩૦ વિદ્યાર્થીઓ જામિયાના રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં જ રહેતા હોવાની માહિતી છે. જોકે સફળતા મેળવનારા ૨૫ જેટલા વિદ્યાર્થીઓ તો આરસીએમાં જ રહેતા હતા. જોકે પાંચ લોકોએ મૌખિક ઈન્ટરવ્યૂ પ્રોગ્રામના આધારે જ ટ્રેનિંગ મેળવી હતી.

૨૬ વર્ષીય ઋચિ બિંદલ જે જામિયા આરસીએમાં રહે છે તેણે ૩૯મુ ક્રમ મેળવ્યું હતું. તે અત્યંત ખુશી સાથે કહે છે કે ઘણા વર્ષોની મહેનત બાદ તેણે આ સફળતા મેળવી છે. તેનું સપનું હવે પૂરું થયું છે. તે કહે છે કે હું અગાઉ ત્રણ વખત પ્રયાસ કરી ચૂકી હતી. પ્રિલિમ્સ પણ પાસ કરી હતી. જોકે ચોથા પ્રયાસમાં મેં મેઈન્સ પણ આપી જેમાં સફળતા ન મળી. તે કહે છે કે જ્યારે હું છેલ્લે પાંચમી વખત ફરીવાર પરીક્ષા આપવા પહોંચી તો મેં પ્રિલિમ્સ પાસ કરી લીધી અને પછી જામિયા આરસીએમાં જોડાઈ ગઇ અને પછી મેઈન્સ તૈયારી કરી. ત્યારબાદ મેઈન્સ પરીક્ષામાં પણ સફળતા મેળવી લીધી. આ જ રીતે રાજસ્થાનનના મકરાણાની વતની રુચિ પરિવાર સાથે આઠ વર્ષ પહેલાં દિલ્હી આવી ગઈ હતી. તે કહે છે કે હું શોફિયા, અજમેરમાં સ્કૂલનો અભ્યાસ કર્યો. ૨૦૧૪માં લેડી શ્રી રામ કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ અને હવે જામિયા મિલિયાથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી.  જોકે જામિયાના સીએએ વિરોધી દેખાવોથી તે દૂર રહી હતી. તેણે આ મામલે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.