કરાચી, તા.ર
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન જાવેદ મિયાંદાદે યુવા ક્રિકેટરોને કહ્યું છે કે તેઓ પોતાનું ધ્યાન હેરસ્ટાઈલ અને લુકના બદલે રમત ઉપર કેન્દ્રિત કરે. તેમણે કહ્યું કે જો તમને તમારા વાળની ફિકર છે તો તમારે ફિલ્મોમાં જવું જોઈએ ક્રિકેટમાં નહીં. મિયાંદાદે કહ્યું કે યુવા ક્રિકેટરોને બેટિંગ કરતી વખતે પોતાની વિકેટની કિંમત ખબર હોવી જોઈએ. જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હોય ત્યારે તેમને પોતાની લાઈન અને લેન્થને પરફેક્ટ રાખવી જોઈએ. મિયાંદાદે કહ્યું કે તેમણે પોતાની વિકેટ ફેંકવી જોઈએ નહીં. તેમણે ક્રિઝ ઉપર સમય વિતાવવો જોઈએ અને રમતનો આનંદ ઉઠાવવો જોઈએ. યુટ્યુબ ઉપર એક વીડિયો ચેનલમાં મિયાંદાદે કહ્યું કે આ વાત બોલરોએ પણ વિચારવી જોઈએ. તેમણે નેટ પર એકલા સારી બોલિંગ કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. આનો અર્થ થશે કે તમે રમત પ્રતિ સમર્પિત છો.
જાવેદ મિયાંદાદની યુવા ક્રિકેટરોને સલાહ જો વાળની ચિંતા છે તો ફિલ્મોમાં જાવ

Recent Comments