વડોદરા, તા.૫
દેશભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઇ રહો છે, ત્યારે વડોદરા શહેરમાં આજે શિક્ષક દિને શિક્ષકોને વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ફરજ પડી હતી. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોએ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ સાથે બેનર્સ અને પોસ્ટર્સ સાથે દેખાવો કર્યાં હતા. બરોડા એક્રેડે મિક એસોસિએશનના ૫ શિક્ષકોની જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસે અટકાયત કરી હતી જેને લઇને શિક્ષકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપી ગયો છે.છેલ્લા ૬ મહિના જેટલા સમયથી ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોની હાલત કફોડી બની છેપ અનલોક-૪માં પણ ટ્યુશન ક્લાસિસ ખોલવાનીં મંજૂરી ન મળતા ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના ટ્યુશન ક્લાસિસ સંચાલકો હવે ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આજે મોટી સંખ્યામાં સંચાલકો અને શિક્ષકો એકત્ર થયા હતા અને ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગને ઉગ્ર બનાવીને ધરણા કર્યાં હતા અને તમામ સંચાલકો અને શિક્ષકોએ એકીસૂરે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ ઉઠાવી હતી. ટ્યુશન કલાસિસ સંચાલકો અને શિક્ષકોઍ જણાવ્યું હતું ક્રે, અનલોક-૪માં દરેક ક્ષેત્રમાં છૂટછાટો મળી રહો છે, પરંતુ ટ્યુશન કલાસિસ શરૂ કરવાની મંજૂરી મળી નથી. જેથી ના છૂટકે અમારે ઘરણા પ્રદર્શન કરવું પડ્યું છે. જલ્દી જ ટ્યુશન કલાસિસ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સરકાર ટ્યુશન ક્લાસ સંચાલકો માટે રાહત પેકેજ બહાર પાડે અને વિવિધ ટેક્સમાં રાહત પણ આપે તેવી પણ અમારી માંગ છે.