(એજન્સી) મુંબઈ, તા.રર
ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલીક બેંકો સરકાર બંધ કરી રહી છે તેવા વહેતા થયેલા અહેવાલોને રિઝર્વ બેંક અને સરકારે રદિયો આપ્યો છે. રિઝર્વ બેંક દ્વારા ઝડપી પગલા લઈ જાહેરક્ષેત્રની બેંકો જેવી કે બેંક ઓફ ઈન્ડિયા બંધ કરી રહી છે તેવી અફવાઓએ આજે વેગ પકડ્યો હતો. રિઝર્વ બેંક અને સરકારે અફવાઓને રદિયો આપી કહ્યું કે, સોશ્યલ મીડિયા અને સમાચારોમાં જાહેર ક્ષેત્રની કેટલીક બેંકો બંધ કરવાના વહેતા થયેલા અહેવાલો ખોટા છે. સરકારે કહ્યું કે, આ એક યોજનાબદ્ધ કાવતરૂ છે જે ખાનગી બેંકોને મજબૂત કરવાનો પ્રયાસ છે. નાણાં સચિવ રાજીવકુમારે કહ્યું કે, કોઈપણ બેંક બંધ કરવાનો પ્રશ્ન નથી. સરકાર ર.૧૧ લાખ કરોડનું રોકાણ લાવી તેને મજબૂત કરી રહી છે. આવી અફવાઓને માનશો નહીં. બેંકોને પુનઃ મજબૂત બનાવવાનો રોડમેપ તૈયાર છે. બેંકો સામાન્ય જનતાની સુવિધાઓ માટે કોઈ નિયંત્રણો મૂકવાનો ઈરાદો ધરાવતી નથી. સેન્ટ્રલ બેંકે પણ આવી જ સ્પષ્ટતા જૂનમાં કરી હતી.
બેન્ક ઓફ ઈન્ડિયા ઉપરાંત અન્ય પબ્લિક સેક્ટરની બેન્કો આઈડીબીઆઈ બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક સામે કાર્યવાહી કરી છે. બેંકોની આર્થિક સ્થિરતા માટે પગલાં લેવાયા છે.