(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
ઓલપાડ તાલુકાના સરસગામે ગેરકાયદેસર જિંગા તળાવ નહીં તોડવા રૂા.૨૫ હજારની લાંચ લેતાં સરસગામના સરપંચના પિતાને એ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.
ઓલપાડ તાલુકા સરસગામમાં સરકારી જગ્યા ઉપર સરકારી બાબુઓના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે જિંગા તળાવો બાંધી દેવામાં આવ્યા છે. દરમિયાન સરસગામના સરપંચના પિતા બ્રિજેશ નગીન પટેલે ગેરકાયદેસર જિંગા તળાવ નહીં તોડવા માટે માલિક પાસેથી ૨૫ હજારની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો જિંગા તળાવ તોડી નાંખવાની ધમકી આપી હતી. જેથી જિંગા તળાવના માલિકે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જેથી સુરત ગ્રામ્ય એ.સી.બી.ની પી.આઈ. બી.કે. વનાર અને તેમની ટીમે ઓલપાડ શિવ શક્તિ ટી સ્ટોલ પાસે છટકું ગોઠવ્યું હતું અને બ્રિજેશ નગીન પટેલને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.