(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૩
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરત શહેરમાં કોરોનાના દૈનિક કેસ ર૦૦ની આસપાસ નોંધાઈ રહ્યા છે. આજરોજ શહેરમાં નવા ૧૯૮ કેસ નોંધાયા હતા. જયારે ગ્રામ્યમાં વધુ ૬૦ કેસો સામે આવ્યા છે. આમ જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ૧૪,૩૬૦ થયો છે. તેમજ કુલ મૃત્યુઆંક ૬પ૦ની નજીક પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોડી સાંજે સુરત શહેરમાં નવા ૧૯૮ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. શહેર અને જિલ્લાનો કુલ આંક અનુક્રમે ૧૧પ૯૭ અને ર૮ર૦ થયો છે. જયારે શહેરનો કુલ મૃત્યુઆંક પ૦૦ને પાર થયો છે વધતા કેસોને લઈ આરોગ્ય તંત્ર મહત્તમ ટેસ્ટ કરવામાં લાગી ગયું છે. ઉપરાંત દાખલ દર્દીઓની વાત કરીએ તો સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ૪૭૭ દર્દીઓની હાલત ગંભીર છે. જે પૈકી ૩૦ર ઓકિસજન પર, ૪૧ વાઈપેપ, ૧૯ વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments