બનાસકાંઠા, તા.ર૮
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એશિયાના સૌથી મોટા દુગ્ધ ઉત્પાદક દેશ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. અહીંના ખેડૂત દરરોજ ૬૦ લાખ લીટરથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે. દુર્ભાગ્ય એ છે કે, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૪ના અનુસાર બનાસકાંઠામાં પાંચ વર્ષ સુધીના ૪પ ટકા બાળકો કુપોષિત છે. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ બનાસ ડેરી દેશ જ નહીં દુનિયામાં સહકારિતા અને દૂધ કારોબારમાં સફળતાનું બીજું નામ માનવામાં આવે છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દરેક ત્રણમાંથી એક ઉત્પાદન બનાસ ડેરીમાં બને છે. બનાસકાંઠા જિલ્લાના સાડા ચાર લાખ લોકો આ કો.ઓપરેટિવના સભ્ય છે અને દરરોજ ૬૦ લાખ લીટરથી વધારે દૂધ આ ડેરીને વેચે છે. વર્ષભરમાં ૭૦૦૦ કરોડથી વધારાનું રોકડ ચૂકવણું ખેડૂતોને દૂધ માટે કરવામાં આવે છે. દેશના અન્ય ભાગોમાં જ્યાં ખેડૂતોની માસિક આવક ૬૦૦૦ રૂપિયાના લગભગ છે. અહીં બનાસકાંઠાના ખેડૂતોની સરેરાશ આવક માત્ર દૂધથી જ ૧૬થી ર૦ રૂપિયા મહિના છે. આમ છતાં આ જિલ્લાના ૪પ ટકા બાળકો કુપોષિત છે. યુનિસેફ ગુજરાતના કન્સલ્ટેંટ હાર્દિક શાહ અનુસાર ખાનપાનની પરંપરાગત ખામીઓ અને પૈસાની લાલચમાં પૂરું દૂધ ડેરીને વેચી દેવું આ સમસ્યાનું મુખ્ય કારણ છે. યુનિસેફ ગત આઠ મહિનાથી ગુજરાત સરકાર અને બનાસ ડેરી સાથે મળીને કુપોષણ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.