હિંમતનગર, તા.૧૪
ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ૧૦મી ઓગસ્ટે માન્યતા મળતા માત્ર ચાર દિવસ બાદ ૧૪ ઓગસ્ટે ખેડૂતોના હિતાર્થે કૃભકો દ્વારા ત્રણ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો એટલે કે ૬૭ હજાર બોરી યુરિયાનો જથ્થો હિંમતનગર રેલવે સ્ટેશને રેકમાં આવી પહોંચતા જિલ્લા કલેકટર સી. જે. પટેલે શ્રીફળ વધેરી હર્ષ સાથે ખેડૂતોની ખુશીને વધાવી હતી. આ પ્રસંગે કૃભકોના ડાયરેક્ટર પરેશભાઈ પટેલ સાબરકાંઠા ડીસ્ટ્રીક બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તથા ખેતીવાડી અધિકારી અને અગ્રણીઓ સૌએ હાજર રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ રેક સૌપ્રથમ ડીસા-પાલનપુર અને ત્રીજા તબક્કામાં હિંમતનગર રેક પોઇન્ટ પર આવી પહોંચતા સાબરકાંઠા અરવલ્લી ખેડૂતોને ખાતર સરળતાથી ઘર આંગણે મળી રહેશે.
Recent Comments