(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
તાલુકા અને જિલ્લા પંચાયતની ૨૧મી ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં કોંગ્રેસ મેદાન મારવામાં સફળ થયું છે. ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડામાં ભાજપ જ્યારે, બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય થયો છે. ૨૦૧૩માં આ બંને જિલ્લા પંચાયતોમાં ભાજપનો વિજય થયો હતો, જેમાંથી એક જિલ્લા પંચાયત કોંગ્રેસે આ વખતે જીતી લીધી છે. આજના પરિણામોમાં ભાજપને માર પડ્યો હતો તો કોંગ્રેસને ફાયદો થવા પામ્યો છે. બે જિલ્લા પંચાયત સાથે બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકા પંચાયતોની પણ ચૂંટણી થઈ હતી. જેમાંથી છ પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે છ પર ભાજપનો વિજય થયો છે, જ્યારે દિયોદર અને લાખાણી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. ૨૦૧૩માં થયેલી આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને પાંચ તા.પં.માં વિજય મળ્યો હતો, જ્યારે ભાજપને આઠ તા.પં.માં વિજય મળ્યો હતો.આ ઉપરાંત, ખેડા જિલ્લાની કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતમાં થયેલી ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે. જેમાં કઠલાલમાં ભાજપનો જ્યારે, કપડવંજમાં કોંગ્રેસનો વિજય થયો છે. ૨૦૧૩માં આ બંને તાલુકા પંચાયતો ભાજપે જીતી લીધી હતી. જોકે, આ વખતે કપડવંજમાં કોંગ્રેસનો ઝંડો લહેરાયો છે. ગાંધીનગર તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ભાજપ પાસેથી છિનવી લીધી છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો. ત્રણ જિલ્લાની તાલુકા પંચાયતની કુલ ૪૩૮ બેઠકો પર ચૂંટણી થઈ હતી, જેમાંથી ભાજપને ૨૦૯ જ્યારે, કોંગ્રેસને ૨૦૯ બેઠકો મળી છે. જ્યારે, અપક્ષોને ૧૬ બેઠકો અને એનસીપીને બે બેઠકો પર જીત મળી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો જળવાયો છે. બનાસકાંઠાની ૬૬ બેઠકોમાં કોંગ્રેસને ૩૬ બેઠકો અને બીજેપીને ૩૦ બેઠકો મળી છે. તો બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકોમાંથી બીજેપીને ૨૮ અને કોંગ્રેસને ૧૬ બેઠકો મળી છે.

બે જિલ્લા પંચાયતો પૈકી ખેડામાં ભાજપનો
તો બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય
જિ.પંચાયત કુલબેઠક  ભાજપ  કોંગ્રેસ  અપક્ષ
ખેડા                  ૪૪        ર૮       ૧૬       ૦૦
બનાસકાંઠા ૬૬ ૩૦ ૩૬ ૦૦
૧૭માંથી ૮ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો અને ૭મા ભાજપનો વિજય, જ્યારે બેમાં ટાઈ પડી
ત.પંચાયત કુલબેઠક ભાજપ કોંગ્રેસ અપક્ષ
દિયોદર          રર         ૧૧        ૧૧        ૦
ભાભર             ૧૮         ૦પ       ૧ર       ૦૧
ધાનેરા            ર૬          ૧૬        ૦૯      ૦૧
ડીસા                ૩૮          ર૬        ૧૧      ૦૧
પાલનપુર        ૩૪          ૧૧        ર૩      ૦૦
દાંતીવાડા         ૧૮          ૦૭       ૦૯     ૦ર
કાંકરેજ              ૩૦          ૦૮        ર૧     ૦૧
દાંતા                 ર૬          ૦૯        ૧૭    ૦૦
થરાદ                ૩૦         ર૦        ૦૮     ૦ર
અમીરગઢ         ર૦         ૧૩        ૦૭     ૦૦
વડગામ             ર૮         ૧૧        ૧૬       ૦૧
વાવ                  રર         ૧૬        ૦૬      ૦૦
સૂઈગામ           ૧૬          ૦૯       ૦૭      ૦૦
લાખણી             રર         ૧૧        ૧૧       ૦૦
ગાંધીનગર        ૩૬         ૧પ        ૧૮      ૦૩
કપડવંજ           ર૬         ૦૯        ૧૩      ૦૪