પાટણ,તા.૧૧
આજે જિલ્લામાં એસ.સી.બી. પોલીસની ટીમે બે અલગ અલગ જગ્યાએ સફળ ટ્રેપ કરી હતી. જેમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતરના સર્વેયર તથા તેમના મદદનીશ રેતીની લીઝનો રિપોર્ટ ગેરકાયદેસરનો નહીં કરવા માટે ફરિયાદ પાસેથી રૂા.૧ લાખની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે બીજા બનાવમાં રાધનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનર પાલિકા કચેરીમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૧૦ હજારી લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી. ટીમના હાથે રંગે હાથ ઝડપાયા હતા.
પ્રથમ બનાવમાં સમી તાલુકાના દાદર ગામે રેતીની લીઝો આવેલી છે. જેનો વહીવટ ફરિયાદી કરતાં હતા. જે લીઝો પૈકી રાકેશભાઈની લીઝ સામે અશોકભાઈ નાચીની લીઝ આવેલી છે. જેની માપણી પાટણ જિલ્લા નિરીક્ષક જમીને કરેલ અને તે ગેરકાયદેસર છે. તેવો રિપોર્ટ તૈયાર કરી ખાણ ખનીજ વિભાગમાં આપવાનો હતો અને આ લીઝની સામે ફરિયાદીના સંબંધિની લીઝ પણ આવેલી છે. તેનો પણ ગેરકાયદેસર છે. તેવો રિપોર્ટ તૈયાર કરાયો હતો. દરમ્યાન પાટણ જિલ્લા નિરીક્ષક જમીન દફતર, જિલ્લા મોજણી સેવા સદન પાટણના સર્વેચર રાકેશકુમાર હરીભાઈ ચાવડા (રહે. પાટણ)એ ફરિયાદીને જણાવેલ કે, લીઝ ગેરકાયદેસરની રિપોર્ટ રદ કરાવવો હોય તો વ્યવહાર પેટે રૂા.૧ લાખ આપવા પડશે. લાંચની રકમની માંગણી અંગેનું ફરિયાદીએ રેકોર્ડિંગ કરી એ.સી.બી.માં ફરિયાદ કરતાં એન.ડી. ચૌહાણ (મદદનીશ નિયામક-અમદાવાદ)ના સુપરવિઝન હેઠળ આણંદ એ.સી.બી.ના પી.આઈ. સી.આર. રાણા તથા તેમની ટીમે છટકું ગોઠવી જિલ્લા મોજણી સેવા સદનની કચેરીમાં જ સર્વેચર રાકેશકુમાર ચાવડાના કહેવાથી ફરિયાદી પાસેથી લાંચની રકામ રૂા.૧ લાખ સ્વીકારતા રમેશભાઈ મહાદેવભાઈ વઢેર (રહે. પાટણ)ને રંગે હાગ ઝડપી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં રાધનપુર નગરપાલિકામાં બાંધકામ સુપરવાઈઝરનો ચાર્જ સંભાળતા ટાઉન પ્લાનર રણછોડ ચેહરભાઈ ગજ્જરે નગરપાલિકાના રોડ-રસ્તાનું કામ કરનાર સ્થાનિક કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરાવવા તેમજ મેજરમેન્ટ પાસ કરાવી અલગ અલગ ચેકમાં સહીઓ કરી આપવા રૂા.૩૦ હજારની માંગણી કરી હતી. જે પેટે કોન્ટ્રાક્ટરે રૂા.ર૦ હજાર આપ્યા હતા અને ૧૦ હજાર બાકી હતા. જે મામલે ફરિયાદી કોન્ટ્રાક્ટરને જેમાં નગરપાલિકા કચેરીમાં જ ટાઉનપ્લાનર રણછોડભાઈ ગજ્જર કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૧૦ હજાર લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.