અમદાવાદ,તા.૧૯
લગભગ ૬ વર્ષ પહેલા ગોધરા રમખાણો ર૦૦રના સાબરકાંઠા જિલ્લાના ૮ પીડિતોએ એમને મળનાર વળતર માટે અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ૯મી જુલાઈએ જિલ્લા સત્તાવાળાઓને જણાવ્યું છે કે એ પીડિતોની અરજીઓ બાબત એક મહિનામાં નિર્ણય લે.
હિંમતનગરના પીડિતોએ ર૦૧૩ના વર્ષમાં અરજી દાખલ કરી હતી, કારણ કે એમની વળતર માટેની અરજી સત્તાવાળાઓ સમક્ષ પડતર હતી. એપ્રિલ ર૦૦૭માં કેન્દ્ર સરકારે રાજય સરકારને જણાવ્યું હતું કે જે વળતર આપવાનો થાય છે એ બધુ વળતર કેન્દ્ર સરકાર આપશે. વધુમાં જણાવ્યું હતું કે જે વળતર રાજય સરકાર આપશે એનાથી ૧૦ ગણુ વળતર અમે આપીશું. આ વળતર મિલકતોના નારા બદલ આપીશું. એમાંથી રાજય સરકારે આપેલ વળતર બાદ કરવામાં આવશે. ફેબ્રુઆરી ર૦૧રમાં કોમી રમખાણો પીડિતોમાંથી ૮ પીડિતોએ જિલ્લા વિકાસ અધિકારીને વળતર માટે લખ્યું હતું. જો કે એમને ફકત રપ૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા અને એ સાથે એમને રાહતના વ્યાજ દરથી લોન પણ આપવામાં આવી હતી. કોર્ટમાં રાજય સરકારે રજૂઆત કરી હતી કે અરજદારોને વળતર યોજના હેઠળ રપ૦૦ રૂપિયા અને રાહત દરે લોન અપાઈ છે. રજી ઓગસ્ટ ર૦૧૩ના રોજ સરકારે અરજદારોને અપાયેલ લોનની વિગતો રજુ કરી હતી.
જો કે કોર્ટ રાજય સરકારની દલીલો સાથે સંમત થઈ ન હતી. કોર્ટે અવલોકન કર્યું કે આમાં એવી કોઈ જોગવાઈ નથી કે અરજદારો કેન્દ્ર દ્વારા મળનાર વળતરથી વંચિત રહે. એ માટે કેન્દ્ર સરકારની યોજના ધ્યાનમાં રાખી પીડિતોના વળતર બાબતનું નિર્ણય એક મહિનામાં કરવામાં આવે.
જિલ્લા સત્તાવાળાઓને પીડિતોના વળતર બાબત એક મહિનામાં નિર્ણય કરવા જણાવાયું

Recent Comments