અમરેલી, તા.૨૩
ધારી તાલુકાના જીરા ગામે વહેલી સવારે ખેત મજૂરી કરતો મજુર કુદરતી હાજતે જતા સિંહે હુમલો કરી ફાડી ખાતા ચકચાર મચેલ છે,બગસરા પંથકમાં દીપડાએ આતંક મચાવ્યા બાદ સિંહો દ્વારા હુમલાના બે થી ત્રણ બનાવ બની જતા ફફડાટ ફેલાયેલ છે,ખેત મજુર યુવાનને ફાડી ખાનાર સિંહને વન વિભાગે પાંજરે પૂર્યો હતો…
આ અંગે મળતી વિગતો અનુસાર ધારી તાલુકાના જીરા ગામે ચીમનભાઈ પોપટભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરતો મૂળ એમપી નો કાળુભાઇ મોતીભાઈ બીલાવાર ઉવ-૪૫ ના આજે વહેલી સવારે ઉઠીને સીમ વિસ્તારમાં કુદરતી હાજતે જતા અચાનક સિંહ ચડી આવતા કાળુભાઇ ઉપર હુમલો કરી ફાડી ખાતા કાળુભાઈનું મોત નીપજેલ હતું,
સિંહના હુમલો કરી ફાડી ખાવાના બનાવથી વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પુરવા ઘટના સ્થળ નજીક પાંજરૂ મૂક્યું હતું અને સાંજના સમયે હુમલો કરનાર સિંહ પાંજરે પુરાઈ ગયેલ હતો બનાવ અંગે ધારી પોલીસમાં મૃતકના પુત્ર વિષ્ણુભાઈ કાળુભાઇ બિલાવારે જાહેર કરેલ હતું અત્રે ઉલ્ખનીય છે કે બગસરા પંથકમાં દીપડાએ આતંક મચાવ્યા બાદ સિંહો દ્વારા ખેત મજૂરો ઉપર હુમલા થતા લોકોમ ફફડાટ ફેલાયેલ છે.