કોડીનાર, તા.૧૧
જીવનદિપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડીનાર દ્વારા અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટ નવી દિલ્હીના અનુદાનથી સંસ્થા સંચાલિત દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના લાભાર્થીઓને નેશનલ ટ્રસ્ટની માર્ગદર્શિકા મુજબ મનોદિવ્યાંગ બાળકોને ઓનલાઈન શિક્ષણ તથા ફીઝીયોથેરાપી માટે સલાહ સુચન અને કાઉન્સેલિંગ માટે સ્માર્ટફોન વિતરણ તથા કોમ્પુટર લેબ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટના બોર્ડ મેમ્બર પુજાબેન વઘાસીયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય, વાત્સલ્ય સ્પેશિયલ સ્કુલ ફોર ધી ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ-દિવના મંત્રી ઉસ્માનભાઈ વોરા, તાલુકા શિક્ષણ અધિકારી અભેસિહભાઈ ડોડિયા, આઈઈડી કો-ઓર્ડીનેટર- બાબુભાઈ રાઠોડ, કોડીનાર તાલુકા પત્રકાર એસોશીએશનના પ્રમુખ દિનેશભાઈ જોષી તથા જીવનદીપ સંસ્થાના સીદીકભાઈ ચાવડા, સીદીભાઈ ચુડાસમા તથા કોડીનાર તાલુકાના પત્રકાર મિત્રો અશોકભાઈ પાઠક તથા અલતાફ મુગલની હાજરીમાં યોજાયો હતો. આ તકે સંસ્થાના આરીફભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મનો દિવ્યાંગ બાળકો માટે વેશભૂષા કાર્યક્રમ વર્ચુઅલ-વિડીયોકોલના માધ્યમથી યોજાયો હતો જેમાં જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ વેશભૂષા કૃતિઓ રજુ કરી હતી. કાર્યક્રમની આભાર વિધિ અભેસિહભાઈ ડોડીયાએ કરેલ તથા કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન પુજાબેન વઘાસીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કનૈયાલાલ દેવાણી તથા દીપકભાઈ ગોહીલ, જાદવ એકતાબેન, આરીફભાઈ ચાવડા, ગોપાલભાઈ ભેડા, તનવિરભાઈ ચાવડા, જયેશભાઈ વાઢેળ, ભાવનાબેન રાઠોડ, અમીતાબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.