અમદાવાદ,તા.રપ
જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થ્યથી મળે છે, તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હંમેંશા જાગૃત રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શીતળા અને પોલિયો મુક્ત આપણો દેશ બન્યો છે, ટી.બી.ની અતિ ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિની સારવાર માટે સરકાર રૂપિયા ૧૫ લાખ સુઘીનો ખર્ચ કરવા કટિબદ્ધ છે.
પહેલું સુખ તે જાતે નર્યા તે લોક કહેવતને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય થકી જ આપ પોતાના જીવનમાં દરેક પળનો આનંદ લઇ શકો છો. દેશ સહિત રાજયના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોનું સ્વાસ્થ્ય સારૂં રહે અને તેમની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. જિલ્લાના ૩ લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે.
જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી નહીં સારા સ્વાસ્થ્યથી મળે છે !! : નીતિન પટેલ

Recent Comments