(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દેશની રાજધાનીમાં આવેલ મેક્સ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે સમય પૂર્વે જન્મેલા બાળકને મૃત જાહેર કરી દેવાયો હતો. ત્યારબાદ તે જીવતો હોવાનું જણાઈ આવતા તેની સારવાર ચાલુ કરાઈ હતી. મંગળવારે આ બાળકે જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસ ઉપાયુક્ત અસલમ ખાને ૩૦ નવેમ્બરે જન્મ લેનાર બાળકનું કાલે મૃત્યુ થયું. બાળક વેન્ટીલેટર પર હતું. મેક્સ હેલ્થના તંત્રએ કહ્યું કે, સમય પહેલાં ર૩ અઠવાડિયમાં જ જન્મ લેનાર બાળકના મૃત્યુના સમાચાર દુઃખદ છે. સમય પહેલાં જન્મ લેનાર બાળક જીવિત રહેવાની શક્યતા ઓછી હોય છે. આ ઘટનાની તપાસ માટેની સમિતિએ હોસ્પિટલને સારવારના ધારાધોરણોનો અમલ ન કરવા બદલ દોષિત ઠરાવી છે.
બાળકોના વાલીને હોસ્પિટલ સત્તાવાળાઓએ જોડિયા જન્મેલા બાળકોને મૃત જાહેર કરી પોલિથીનની બેગમાં પેક કરી મૃતદેહ સોંપ્યા હતા. તે સમયે અચાનક એક બાળક હલતું નજરે પડતાં તેને પુનઃ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો, પરંતુ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઘટનાની તપાસ માટે સમિતિ બનાવાઈ હતી. સમિતિએ હોસ્પિટલને દોષિત ઠરાવી હતી. આ ઘટના અંગે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને હોસ્પિટલની બેદરકારી જણાશે તો પરવાનો રદ કરવાની વાત કરી હતી.
દરમ્યાન તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો. જે સ્વાસ્થ્યમંત્રીને સોંપાયો. તેમાં જણાવાયું હતું કે, બાળકની ઈઝ્રય્ કરાઈ ન હતી.
તપાસ અહેવાલના મુદ્દા
૧. દિલ્હી સરકારની ત્રણ સભ્યોની સમિતિએ મેક્સ હોસ્પિટલને દોષિત ઠરાવી.
ર. નવજાતનું પીતમપુરા હોસ્પિટલમાં મોત થયું.
૩. મેક્સ હોસ્પિટલે જીવિત બાળકને મૃત બતાવ્યું.
૪. બાળકની ECG કરાઈ ન હતી તેથી જાણવા મળ્યું કે બાળકનું મૃત્યુ થયું ન હતું.
પ. હવે હોસ્પિટલને તેનો પક્ષ રાખવા માટે મોકો અપાશે. ત્યારબાદ ફાઈનલ રિપોર્ટ આવશે.
૬. તા.૩૦થી વેન્ટીલેટર પર રહેલા બાળકનું બુધવારે મૃત્યુ થયું.
૭. દિલ્હી સરકારે ૭ર કલાકમાં પ્રાથમિક તપાસનો અહેવાલ અને એક સપ્તાહમાં અંતિમ રિપોર્ટની વાત કરી હતી.
૮. દિલ્હી મેડિકલ એસોસિએશને પણ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી તપાસ કરવાનો નિર્ણય કર્યો.
૯. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાએ દિલ્હી સરકારને કાર્યવાહી માટે સૂચના આપી હતી.
૧૦. દિલ્હીને મેક્સ હોસ્પિટલે સમય પહેલાં જન્મેલ જોડ્યિા બાળકોને મૃત જાહેર કર્યા હતા. અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપી દીધા હતા. પરંતુ અચાનક એક બાળકની હિલચાલ નજરે પડી. તેથી મેક્સ હોસ્પિટલની બેદરકારી બહાર આવી.