અમદાવાદ,તા.ર૦
જુહાપુરામાં રહેતા એક જમીન દલાલને કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલીંગમે રૂા.પ૦ લાખની ખંડણી માગી છે. ગેંગસ્ટર શિવાએ પોતે મર્ડર કર્યું છે અને પેરોલ જમ્પ કર્યું છે કહી પોતાની ઓળખ આપી જમીન દલાલ પાસે ખંડણી ઉઘરાવી હતી. તેમજ બે દિવસમાં ખંડણીની રકમ નહીં આપી તો જમીન દલાલ અને જેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે જમીન દલાલે વેજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે આરોપીઓને પડકવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલીગમે જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂા.પ૦ લાખની ખંડણી માગી છે જો બે દિવસમાં પ૦ લાખ નહીં આપે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ફોન પર ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ છે. જુહાપુરાની કરીમાબાદ સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મોહંમદ ઈસ્માઈલ શેખના મોબાઈલ પર ગઈકાલે રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેથી વાળી વ્યકિતએ પોતે શિવાભાઈ મહાલીગમે બોલુ છું તેમ કહ્યું હતું. મોહંમદ ઈસ્માઈલે હું કોઈ શિવાભાઈને ઓળખતો નથી તેમ કહ્યું હતું. જેથી શિવાએ કહ્યું હતું કે મેં જુહાપુરા ફતેહવાડીમાં ફાયરીંગ કરી મર્ડર કરેલુ છે અને હાલમાં મેં પેરોલ જમ્પ કર્યું છે. મને તારો નંબર તલ્હા મન્સુરી (રહે. ઢાલગરવાડ)એ આપ્યો છે તે બહુ માલ બનાવ્યો છે તું મને બે દિવસમાં પ૦ લાખ નહીં આપે તો તારા પરિવારને જાનથી મારી નાખશી તેમ કહ્યું હતું. બનાવ અંગે ફરિયાદ મોહંમદ ઈસ્માઈલ શેખે જણાવ્યું હતું કે મને અજાણ્યા નંબરથી ફોન કરીને શિવાએ રૂા.પ૦ લાખની માગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે હું શિવાને ઓળખતો પણ નથી. પરંતુ તેણે જેનું નામ આપ્યું તે તલ્હા મન્સુરીને ઓળખું છું એટલે મે ધમકી આપનારા શિવા મહાલીગમ અને તલ્હા મન્સુરી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.