મુસલમાનોના પ્રાણથી યે પ્યારા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની શાનમાં બેઅદબી કરી કાર્ટૂન દેખાડવા બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ઇસ્લામ ધર્મ વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. એક દેશના રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરાયેલી આ ટિપ્પણીથી વિશ્વભરના મુસ્લિમોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભારતમાં પણ ઠેરઠેર તેનો વિરોધ કરાઇ રહ્યો છે. રવિવારના રોજ અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ ભેગા મળી ફ્રાન્સના રાષ્ટ્રપતિનો હુરિયો બોલાવ્યો હતો. ત્યારબાદ તેના ફોટા રસ્તા પર ચોંટાડી તેની પર ચાલી તેના ચહેરા પર લાતો મારી નબીની શાનમાં ગુસ્તાખી કરનારાઓને રૂકજાવનો સંદેશો આપ્યો હતો.