લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે સાંજે અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો લોકડાઉનનો અમલ કરાવવા પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સંકલિતનગર પાસે આવેલા ગુલાબનગર નજીક લોકોને ઘરમાં રહેવા સમજાવવા જતાં કેટલાક લોકો ઉશ્કેરાઈ જતાં પોલીસની ગાડી ઉપર પથ્થર મારતાં કાચ તૂટી ગયો હતો. જેમાં ૧૦થી ૧ર લોકોની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જો કે, સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ કર્મીને ઈજા થઈ નથી તેમ પોલીસે જણાવ્યું છે. પોલીસ પર હુમલાની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું. જો કે, પોલીસ કસૂરવારો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે પરંતુ કોઈ નિર્દોષને હેરાન ના કરે તે જરૂરી છે.