પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત : ટિ્‌વટ કરી વીડિયો શેર કર્યો
પાકિસ્તાનની અવળચંડાઈ વિરૂદ્ધ ભારત સરકાર કડક કાર્યવાહી કરે તેવી જૂનાગઢ વાસીઓની માગણી

(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૬
પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. પાકિસ્તાન સરકારે જૂનાગઢના નવાબના વંશજ સુલતાન અહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી (દીવાન) બનાવ્યા છે. ૧૦ ડિસેમ્બરે ટ્‌વીટ કરીને વીડિયો શેર કર્યો હતો. પાકિસ્તાનની હરકત સામે સરકાર પગલાં લે તેવી જૂનાગઢવાસીઓ માગ કરી રહ્યા છે. જૂનાગઢ ભારતનો હિસ્સો હોવા છતાં પાકિસ્તાને ગુસ્તાખી કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે અને ત્યાંથી જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના સપના જોતા રહે છે. જૂનાગઢ ગીરનારની પહાડીઓની તળેટીમાં વસેલું છે. તા.૯ નવેમ્બર ૧૯૪૭ સુધી અહીં નવાબોનું શાસન હતું. પાકિસ્તાને પોતાના નકશામાં જમ્મુ-કાશ્મીરની સાથો સાથ જૂનાગઢ ઉપર પણ દાવો ઠોકી દીધો. જેથી નવાબ ખાનદાન ખુશ છે. જૂનાગઢના તથા કથિત નવાબ જ્હાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલી ખાનને નવા ‘દીવાન (વઝીર-એ-આઝમ)’ નિયુક્ત કરી દીધા છે. જેને લઈને જૂનાગઢવાસીઓમાં આક્રોશ ફેલાયો છે અને સરકાર આ અંગે પગલાં લે તેવી માંગ કરી છે. જો કે આનાથી ન તો જૂનાગઢની સ્થિતિ ઉપર કોઈ ફરક પડે છે અને ન તો પાકિસ્તાનને કંઈ મળવાનું છે. જ્હાંગીર ખાન વારંવાર કહેતા રહે છે કે, જૂનાગઢ પાકિસતાન બનશે. સાથે જ તેઓ ભારત ઉપર ગેરકાયદે જૂનાગઢ ઉપર કબજો કરવાનો આરોપ પણ લગાવતા રહે છે. તેમણે દોહરાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહે છે કે જૂનાગઢ ભવિષ્યમાં પાકિસ્તાનમાં પાછું આવશે. ‘દીવાન’ અહમદ અલી ખાને પણ ભારતથી આઝાદી માંગ કરી. તેણે એલાન કર્યું કે તેઓ જલદીથી એક અભિયાનની શરૂઆત કરશે, જેનાથી સમગ્ર વિવિધ ખબર પડશે કે જૂનાગઢ ભારતનું નહીં, પરંતુ પાકિસ્તાનનો ભાગ છે. જ્હાંગીરખાને તો ભારતને કપટી અને બેવડા વલણ વાળો દેશ કહી દીધો. પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં બધા નાટક કરવામાં આવ્યા. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જ્હાંગીર ખાને કહ્યું કે, ભારત સતત અલ્પસંખ્યકોના હિતોની અનદેખી કરી રહ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ ૧૯૪૭માં ગેરકાયદે જમ્મુ-કાશ્મીર ઉપર કબજો કરી લીધો હતો. તેમણે સંયુકતરાષ્ટ્રના પ્રસ્તાવના હિસાબથી કાશ્મીર સમસ્યાના ઉકેલની વાત કરી. નવાબોના આ વંશજ ભારતના ડરથી ભાગીને કરાચીમાં રહે છે.
તેમણે દાવો કર્યો કે જૂનાગઢમાં ભારતે ખોટું રેફરેન્ડમ કરાવ્યું અને બાકી કાર્ય ભારતીય સેનાએ કરી દીધું. તેઓ પાક. સરકારના મોટા નેતાઓને મળીને આ રટ લગાવતા રહે છે. પાકિસ્તાને પોતાના નકશામાં જૂનાગઢ સહિત ગુજરાતના કેટલાક વિસ્તાર ઉપર દાવો ઠોક્યો છે. તેમણે કહ્યું કે, બંદૂકની અણીએ જૂનાગઢ છીનવી લેવાયું. હતું સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરમાં પણ રેફરેન્ડમની માંગ કરી અને દાવો કર્યો કે આનાથી બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પાકિસ્તાનીઓએ જૂનાગઢ ઉપર દાવો ઠોકતા ટિ્‌વટ પણ કર્યા છે.