જૂનાગઢ, તા.ર૩
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય કાંબલિયાના સુપુત્ર આનંદ કાંબલિયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને કારણે દુઃખદ અવસાન થતાં સોરઠિયા આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે અને અમેરિકામાં પણ હાહાકાર મચાવ્યો છે. દરમ્યાન જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ કાંબલિયા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડે.મેયર અને ભારતીય જનતા પાર્ટીના મહિલા પાંખના અગ્રણી નિરૂબેન કાંબલિયાના સુપુત્ર આનંદ કાંબલિયા અમેરિકાના ફલોરિડા રાજ્યના લોસ એંજલન્સમાં કોરોનાના રોગચાળાએ આનંદ કાંબલિયાનો ભોગ લીધો હતો. જ્યારે જૂનાગઢમાં સોરઠિયા આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.