જૂનાગઢ, તા. ૧
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ત્રણ અને શીલ પંથકમાં એક અપમૃત્યુનો બનાવ નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ ખાતે એરોડ્રામ રોડ ઉપર રહેતા મહેશગીરી મોતીગીરી મેઘનાથી (ઉ.વ.ર૮)એ ગતરોજ ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જ્યારે આંબાવાડી વિસ્તારમાં બનેલા એક બનાવમાં હસમુખભાઈ ભીખાભાઈ વાઘેલા (ઉ.વ.૪પ) અગાસી ઉપર સૂતા હતા તે દરમ્યાન લઘુશંકા કરવા નીચે ઉતરતાં અગાસી ઉપરથી પડી જતાં તેઓનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના પ્રાંસલી ગામના રંજનબેન આલાભાઈ ખાણીયા (ઉ.વ.ર૧)ને છેલ્લા બે વર્ષથી પેટનો દુઃખાવો તેમજ હરસની તકલીફ હોય અને દવા પણ ચાલુ હોય આ દરમ્યાન બીમારીથી કંટાળી તેઓએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો છે. આ ઉપરાંત શીલના દિવાસા ગામે રહેતાં રામભાઈ દેવાભાઈ પરમારને પોતાના ઘરે પાણી માટેની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયેલ અને આ મોટર ધીમી ચાલતી હોય જેથી વાયરનો છેડો હલાવતા તેઓને ઈલેક્ટ્રીક શોક લાગતાં તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.