જૂનાગઢ, તા. ૨૩
જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બનવા પામેલ છે જેમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બિલનાથપરા શંકરના મંદિર પાસે રહેતાં રાકેશભાઈ દિનેશભાઈ ટાંક (ઉ.વ.ર૮) એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે અમીન હુસેનભાઈ અબડા (રહે. બિલનાથપરા) ફરિયાદી પાસે આવી અને બિભત્સ શબ્દો બોલવા લાગતાં ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમારેલ આ તકે ફરિયાદીના માતા કંચનબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને તથા તેના પિતાને પણ મારમાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.
જ્યારે આ જ બનાવના અનુસુસંધાનમાં અમીનભાઈ હુસેનભાઈ અબડા (ઉ.વ.રર, રહે. ટીંબાવાડી તક્ષશીલા સોસાયટીવાળા)એ પણ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શંકરના મંદિર પાસે હોય ત્યારે આ કામના આરોપી રાકેશ કુંભાર, રાકેશના મા-બાપ (રહે. ટીંબાવાડી, બિલનાથપરાવાળા) ત્યાં આવી અને જેમ ફાવે તેમ બિભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો મારમારેલ આ ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ પીએસઆઈ એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.