(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૪
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં જ્યારથી વિશાલ નૌકાયાને બોટિંગ સેવા શરૂ કરી છે ત્યારે સામાન્ય બોટથી શરૂ કરીને જમ્મુ કાશ્મીરમાં હોય છે તેવું સ્પેશિયલ ફંકશન બોટનું ટૂંક સમયમાં જૂનાગઢમાં આગમન થશે. આ અંગે વિશાલ નૌકાયાનના સંચાલક વિજય જોટવાએ જણાવ્યું છે કે જૂનાગઢની જનતાનો બોટિંગ સેવામાં જે અનેરો પ્રેમ સાંપડ્યો છે તેના કારણે જ જૂનાગઢની જનતાને હંમેશાં કંઈક નવું આપવાનો અમારો ઉત્સાહ પણ બેવડાયો છે. માટે જ સામાન્ય બોટ, બાદ નાની પાર્ટીઓ માટેની બોટ બાદ હવે સ્પેશિયલ ફંકશન બોટ લાવવાનું વિચારી રહ્યા છે. આગામી દિવસોમાં જ આ બોટ આવી જશે. બોટની વિશેષતા વિશે વિજયભાઈ જોટવાએ જણાવ્યું હતું કે આ બોટમાં એક સાથે રપ વ્યક્તિઓ બેસી શકશે. લાઈટિંગથી ઝળહળતી આ બોટમાં હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ પણ હશે અંદાજે ૧૦ લાખની કિંમતની આ બોટ ફંકશન સ્પેશિયલ બોટ ગણાય છે. કાશ્મીરના લોકો આવી બોટોમાં જન્મદિવસ, મેરેજ એનીવર્સરી, પ્રમોશન, કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય તો આવા નાના ફંકશન માટે આ બોટની પસંદગી કરે છે અને આ બોટમાં જ આવા ફંકશન કરે છે. આ રીતે એક નવીનતમ અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે હોટેલ, ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટોમાં તો પાર્ટીઓ થતી હોય છે. ફંકશનો ઉજવાતા હોય છે પરંતુ બોટમાં આવા નાના ફંકશનોની ઉજવણીનો આનંદ જ અનેરો હોય છે. ત્યારે જૂનાગઢવાસીઓ પણ આવા ફંકશનનો અનોખી રીતે ઉજવણીનો આનંદ જ અનેરો હોય છે.ત્યારે જૂનાગઢવાસીઓ પણ આવા ફંકશનનો અનોખી રીતે ઉજવણીનો આનંદ માણી શકે તે માટે આ બોટ મંગાવવામાં આવનાર છે. ટૂંક સમયમાં આ બોટ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં તરતી થઈ જશે.