જૂનાગઢ,તા.૯
હાલમાં કોરોના વાયરસના કહેર સામે લોકડાઉન અને જાહેરનામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય ત્યારે તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ બાબતે ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે કોરોના પોઝિટિવ કેસો આવતા ભેંસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી, સંક્રમણ આગળ ના વધે અને લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રવેશ બંધી ફરમાવવામાં આવેલ છે. અને તમામ રસ્તા ઉપર ચેક પોસ્ટ ઊભી કરી તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફને તૈનાત કરી સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલા છે. વગર કારણે નીકળતા માણસો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે.