(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રર
તાજેતરમાં દેશભરમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થી સુફિયાન હનીફભાઈ મુળિયાએ ૭ર૦માંથી પ૬૧ માર્કસ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને પરિવારનું ગૌરવ વધારેલ છે. સુફિયાનના જણાવ્યા મુજબ ચોક્કસ ટાઈમ ટેબલ સાથેનું વાંચન અને હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્ક દ્વારા તેણે પરીક્ષાની તૈયારી કરી હતી. જેના માટે તેના પરિવાર માતા-પિતા અને શિક્ષકગણનો સહકાર પ્રાપ્ત થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુફિયાન ખૂબ જ અતિ સામાનય વર્ગમાંથી આવે છે. અને તેના પિતા ફૂટપાથ ઉપર લારી રાખી જૂના નવા કપડા વેચી ઘરનું ગુજરાન ચલાવી સખત પરિશ્રમ દ્વારા સુફિયાનને ભણાવે છે. સુફિયાન મુળિયાને મળેલી જવલંત સફળતા સબબ વિવિધ સમાજના આગેવાનો તેમજ શબીરભાઈ અમરેલિયા વગેરેએ બિરદાવેલ.