જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢના જાણીતા આર્કિટેક્ટ એન્જિનિયર ઈસ્માઈલભાઈ દલની સુપુત્રી અલવીરા દલ કે જેમણે જી.ટી.યુ. દ્વારા લેવાયેલ બી.ઈ. સિવિલ એન્જિનિયરના ઓગસ્ટ ૨૦૧૯-૨૦ના ફાઈનલમાં ૯૩ ટકા સાથે જવલંત સિદ્ધિ મેળવી દલ પરિવાર તથા સંધી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે. દલ અલવીરાની જવલંત સફળતા માટે સુભાષ એકેડેમીના પ્રિન્સિપાલ જે.જે.પટેલ, ઉદ્યોગપતિ અને કેળવણીકાર ઈકબાલભાઈ મારફતિયા, શહેર સંધી મુસ્લિમ સમાજના પ્રમુખ ડૉ.હારૂન વિશળ, અશરફભાઈ થઈમ, હનીફભાઈ હાલા, શફીભાઈ દલાલ અને એસ.આઈ. બુખારી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.