(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૬
જૂનાગઢમાં ભણતરના ભારથી વધુ એક વિદ્યાર્થીનીએ જીવનનો અંત આણેલ છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં રહેતાં હરેશભાઈ બાવજીભાઈ સોલંકીની ૧૫ વર્ષની પુત્રી રૂપલબેને ગઈકાલે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ લઈ જીવાદોરી ટુંકાવી લીધાનો બનાવ બનવા પામેલ છે. આ બાળાએ ભણતરનાં ભારથી આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બાળાનાં આપઘાતથી તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે ૨૩ વર્ષિય પરણિતાને મરવા માટે મજબૂર કર્યા અંગેની ફરિયાદ થઈ છે. જેમાં રતનબેન નથુભાઈ ચાવડા (ઉ.વ.૪૭, રહે. મૂળ ગામ ખાખરા-હડમતિયા) એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આરોપી રમેશભાઈ દાનાભાઈ રાઠોડ, દાનાભાઈ રાઠોડ, સોમીબેન દાનાભાઈ રાઠોડ સહિત છ જણે સંપ કરી એકબીજાની મદદગારી કરી ફરિયાદીની દીકરી રીનાબેનને કરિયાવર તથા ચારિત્ર બાબતે શંકા કરી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપીને મરી જવા માટે મજબૂર કરી હતી. આ મતલબની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતાં ભેંસાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે ઝડપાયો
જૂનાગઢ નાયબ પોલીસ અધિકારી સ્કવોડનાં આર.કે.સાનિયા અને સ્ટાફે નાના હડમતિયા ગામનાં જેન્તી ઉર્ફે જેની પોપટભાઈ પોકીયા(ઉ.વ.૪૫)ને ઈંગ્લિશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૪ જેની કિંમત રૂા.૬૩૦૦ તથા મોટરસાયકલ નં. જીજે ૧૧ બીએ ૦૧૨૪ કિંમર રૂા.૨૦,૦૦૦ મળી કુલ રૂા.૨૬,૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
જૂનાગઢની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ચૂડાની પરિણીતાને મરવા મજબૂર કરી

Recent Comments