(સંવાદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૬
જૂનાગઢના વાડલા ફાટક નજીક ગઈકાલે પોલીસે ઈંગ્લીશ દારૂ બિયર સહિતના મુદ્દામાલ સાથે ૪ શખ્સોને ઝડપી લઈ પાંચ સામે કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ અને વંથલી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને વાડલા ફાટક નજીક મેકસ પાણીના કારખાના નજીકથી ઈંગ્લીશ દારૂની પેટી ૭૦ રૂા.૩.૩૬ લાખનો મુદ્દામાલ તેમજ બિયર ર૦ પેટી ૪૮ હજારનો મુદ્દામાલ તેમજ ૧૦ લાખની કિંમતના ત્રણ વાહનો આઠ મોબાઈલ વગેરે મળી કુલ રૂા. ૧૩.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને વિજય ભીખાભાઈ ચાંદ્રડ, યુવરાજસિંહ ગંભીરસિંહ વાળા, વિજય ઉર્ફે ભીખો વલ્લભાઈ કડશિયા (જૂનાગઢ), શિવરાજ ગભરૂભાઈ ખુમાણ (અમરગઢ, મેંદરડા)ને ઝડપી લેવામાં આવેલ છે. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલાએ જાતે ફરિયાદી બની અને આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.
Recent Comments