જૂનાગઢ,તા.રપ
જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો સામે પોલીસે રાજકીય દબાણ હેઠળ ગુનો દાખલ કરતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. જયારે તા.૧પ-૬-ર૦ર૦ના રોજ ડિસ્ટ્રીકટ સહકારી કો.ઓ. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને એમ.ડી.ની વરણી માટે જૂનાગઢ બસ સ્ટેશન સામેના સહકાર ભવનમાં આવેલ બેન્ક ખાતે રાખવામાં આવી હતી. તે સમયે સવારના ૧૦ વાગ્યાથી ભાજપના ર૦૦૦થી રપ૦૦ જેટલા કાર્યકરોએ કાયદાનો ભંગ કરી ભેગા થયેલ અને તમામ વાહનો એસ.ટી. બસ સ્ટેન્ડમાં જાણે પબ્લિકનું પાર્કિંગ હોય તે રીતે આગેવાનો અને કાર્યકરોએ પોતાની ખાનગી કારો-ટુ વ્હીલરો ત્યાં પાર્કિંગ કરેલ એટલું જ નહીં. પદાધિકારીઓની વરણી બાદ બસ સ્ટેન્ડમાં બીજા ગેટ પાસેના રેલવે ક્રોસીંગથી બસ સ્ટેન્ડના પહેલા ગેટ સુધી બેથી અઢી હજાર જેટલા ભાજપના ૃકાર્યકરો એકઠા થયેલ અને આખું બસ સ્ટેન્ડ સામે રોડ બાનમાં લીધેલ અને અડધો કલાક સુધી ફટાકડા ફોડયા હતા. ત્યારે પોલીસ પણ તે સ્થળે હાજર હતી અને થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયેલ તે અંગે પુરાવા સાથેની સીડી જિલ્લા કલેકટર, બી-ડિવિઝન પોલીસ તથા જિલ્લા પોલીસ વડાને કોંગ્રેસના મહામંત્રી બી.ટી. સીડાએ આપી હતી. જયારે તા.૧૭-૬-ર૦ના રોજ કોંગ્રેસ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને સિમિત કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના રાધણ ગેસના ભાવજ વધારાનો વિરોધ, તથા ચીની હુમલામાં શહીદ થયેલ ર૦ જવાનો માટે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે યોજેલ જેમાં ૮થી ૧૦ કાર્યકરોએ હાથમાં પોસ્ટરો રાખી ફોટા પડાવેલ જેમાં કયાંય કાયદાનો ભંગ થતો ન હોવા છતાં તેમની વિરૂદ્ધમાં બી-ડિવિઝન પો.મ.માં ગુનો દાખલ કરાયો છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ શકીલ અહેમદ મુન્શીએ આ અંગે બેન્ક પદાધિકારીઓની વરણીમાં ભાજપ કાર્યકરોએ કરેલ કાયદાના ઉલ્લંઘન બદલ તેમની સામે ગુનો નોંધવા તથા બી-ડિવિઝન પો. સ્ટેશનમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો વિરૂદ્ધ જે ગુનો દાખલ થયેલ છે તેમાં સી સમરી ભરવા જૂનાગઢ પોલીસ કોઈ પણ દબાણને વશ થયા વગર નિષ્પક્ષ કામગીરી કરે તેવી આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે.