(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ,તા.૩
જૂનાગઢ શહેરમાં આજે એક સાથે કોરોનાના ર૪ કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જેને લઈ લોકોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના ર૪ જેટલા પોઝિટિવ કેસ નોંધયા છે. જેમાં ૧૧-પુરૂષ અને ૧૩ મહિલાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ યુપીએચસી અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અંતર્ગત શાંતેશ્વર વિસ્તારમાં ૧૪ કેસ નોંધાયા છે. જયારે આંબેડકરનગરના ત્રણ અને દોલતપરા વિસ્તારમાં પ કેસ, ગણેશનગરમાંથી ૧ કેસ નોંધાયો છે. આમ જૂનાગઢ શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. ગઈકાલ સુધી ૧૦૯ કેસ હતા જેમાં આજના ર૪ ઉમેરાતા ૧૩૩ પોઝિટિવ કેસ થયા છે. જેમાંથી ૪ વ્યકિતના મોત થયા છે. પ૯ વ્યકિત સાજા થયા છે. તેમને રજા આપવામાં આવી છે. જયારે આજના કેસ મળી કુલ ૧૩૩ એકિટવ કેસ છે. આમ, એક સાથે વધુ કેસ નોંધાવાને પગલે આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે અને કોવિડ-૧૯ના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.