જૂનાગઢ,તા.૧૪
જૂનાગઢમાં વંથલી રોડ ઉપર બનેલા એક બનાવમાં એક વૃદ્ધાને અજાણ્યા ગઠિયાઓ ભટકી જઈ અને સોનાના પાટલા કાઢી લીધાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગત તા.૧૬/૧૦/૧૮ બનેલા બનાવ અંગે નિર્મળાબેન દીલસુખરાય પુરોહીત બ્રાહ્મણ (ઉ.વ.૭પ) રહે.દિપાંજલી, સુરભી મેઈન રોડ, વલ્લભનગર બ્લોક નં.૭૩, જૂનાગઢવાળાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર પોતાના ઘરેથી નીકળી વંથલી રોડ ઉપર તેના સંબંધીને ત્યાં ખબર કાઢવા જતાં હતા. ત્યારે અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને ખોડિયાર મંદિર બાબતે પૂછતા આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂમાલ લઈ તેમાં કાંઈક તાંત્રિક વિધિ કરી ફોસલાવી અને ભોળવી ફરિયાદીના હાથમાં પહેરેલ પાટલા નંગ-ર વજન આશરે ૪ તોલા કિ.રૂા.૧,૦૦,૦૦૦ કાઢી લઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી નાશી જઈ ગુનો કરેલો જે અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.