જૂનાગઢ,તા.ર૧
જૂનાગઢના ઝાંઝરડા રોડ આલાપ એપાર્ટમેન્ટની બાજુમાં પટેલ કોલોનીમાં રહેતાં સમીરભાઈ જીવનભાઈ જાવિયાએ ત્રણ માસ પહેલાં સુરતની જાનવી સાથે લગ્ન કર્યા હતા પરંતુ જાનવી તેમના જૂના પતિ રાજેશ અકબરી સાથે ફોનમાં વાત કરવાનું અને આ બધી વસ્તુ બંધ કરવાનું કહેતા જાનવીએ ઘરમાં પડેલ એસીડ સમીરના મોઢા ઉપર ફેંકી પોણા ત્રણ લાખ રૂપિયાનો થેલો અને પહેરેલ બે તોલાના સોનાના દાગીના લઈ નાસી છુટી હતી. ઈજાગ્રસ્ત સમીરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ‘બી’ ડિવિઝન પોલીસે જાનવી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.