જૂનાગઢ શહેરના પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટેની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આ દરમ્યાન આજે મનપા તંત્રને જગાડવા અને રસ્તાના પ્રશ્ને લોકોની ફરિયાદ અને સમસ્યાની અસરકારક રજૂઆત માટે એનસીપી મેદાનમાં આવ્યું હતું. આજે જૂનાગઢમાં ગાંધીચોક ખાતે એનસીપીના પ્રદેશ નેતા રેશમા પટેલ અને કાર્યકર્તાઓએ પાવડા અને તગારા સાથે આવ્યા હતા અને ખાડાઓ બુરવાની કામગીરી સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને એનસીપીના નેતા રેશમા પટેલ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.