જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢમાં છેતરપિંડીનો બનાવ નોંધાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢની ગોકુલનગર સોસાયટી, બ્લોક નં.પમાં રહેતા તુષારભાઈ પ્રવિણભાઈ પટેલ (ઉ.વ.૪૧)એ સુભાષભાઈ ત્રિકમભાઈ ગધેસરીયા (રહે.બાપુનગર જોષીપરા) તેમજ કિશોરભાઈ નારણભાઈ પીડોરિયા (રહે.દહીસર કચ્છ આર્ક રબ્બર કંપની પ્રા.લિ.)ના જવાબદાર ભાગીદાર સામે એવી ફરિયાદ નોંધાવેલ છે કે, આરોપીઓએ એઆરસી રબ્બર કંપનીના નામે જે.એમ.એ. એન્ટરપ્રાઈઝ જયપુર કંપનીએ સીક્યુરીટી પેટે તા.૧/૬/૧૩ના રોજ આપેલ બ્લેન્ક ચેકમાં છેડછાડ કરી હતી. ફરિયાદી અને અન્ય સાહેદ ભાગીદારોની જાણ બહાર રૂા.૧૦,૮પ,૩૯પની રકમ ભરીને છેતરપિંડી કરવાના ઈરાદે બી.ઓ.બી. દોલતપરા બ્રાંચમાં જમા કરાવી ગુનો કર્યો હતો. આ અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.