જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢમાં ભારત મીલના ઢોરા પાસે બનેલા બનાવમાં અગાઉના મનદુઃખ સબબ હુમલો કરવાની ઘટનામાં પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આપેલી વિગત અનુસાર ભારત મીલનાં ઢોરા પાસે નદી કાંઠે રહેતાં મરિયમબેન કાળુભાઈ સુમરા (ગામેતી, ઉ.વ.૪૦)એ આ કામના આરોપી અબ્દુલશા ફકીર, અનો સત્તારભાઈ, ટીટો સત્તારભાઈ, નાજીમ, જમાલ જુસબભાઈ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીના પતિએ આરોપીના સગાનું ખૂન કરેલ હોય અને જે કેસમાં ફરિયાદીના પતિ જેલમાં હોય દરમિયાન જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદના ઘરે આવી છરી, લાકડી, પાઈપ જેવા હથિયારો લઈ આવી મકાનમાં પ્રવેશ કરી બિભત્સ શબ્દો કહી સાહેદને ધોલધપાટ કરી મકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિજન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.જે. કડાછા ચલાવી રહ્યા છે.