(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧
જૂનાગઢના આંબેડકરનગર વિસ્તારમાં બનેલા બનાવમાં મકાનની બારી રાખવા બાબતે મનદુઃખે હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના આંબેડકરનગર હનુમાન ચોક કબૂતરી ખાણ નજીક રહેતા મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ.ર૦)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી હરદાસભાઈ સોલંકી તેમજ મણીબેન હરદાસભાઈ સોલંકી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી અને પરબતભાઈને મકાનની બારી રાખવા બાબતે મનદુઃખ ચાલતું હોય અને ફરિયાદી તથા સાહેદ પરબતભાઈના મકાનનું ચણતર કામ કરતા હતા ત્યારે આરોપીઓએ બિભત્સ શબ્દો કહી તેમજ આરોપી નં.૧ના એ વાંસામાં તલવારના ત્રણ ઘા ફરિયાદીને મારેલ તથા સાહેદને આરોપી નં.રના એ વાંસામાં છરીના ઘા મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩ર૪, પ૦૪, ૧૧૪ જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.એસ.ખીમસુરિયા ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાં યુવક ઉપર તલવાર અને છરી વડે હિચકારો હુમલો

Recent Comments