જૂનાગઢ, તા.૧પ
તા.૧ર/૯/૧૬ના રોજ ગાંધીગ્રામ બેંક ઓફ ઈન્ડિયાની બાજુમાંથી પોતાના મિત્રને ત્યાં ઘર પાસેથી અજાણ્યા ચોર દ્વારા હુંડાઈ આઈ-૧૦ કાર કિંમત રૂા.૬,૪૧,૦૦૦ની ચોરી કરવામાં આવેલ હતી. આ બાબતે ફરિયાદી ચેતનકુમાર જીવરાજભાઈ ઠુમ્મરે જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
સી-ડિવિઝન પો.સબ ઈન્સ. જે.બી.કરમુર તથા સ્ટાફની ટીમને ફરિયાદી દ્વારા મળેલ માહિતી આધારે હુંડાઈ આઈ-૧૦ કાર જે જગ્યાએ ગીરવે મૂકેલ તે વિગત મળતા, જામનગર રાંદલનગર ખાતેથી આરોપી દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ત્યાંથી આઈ-૧૦ કાર કિંમત રૂા.૬,૮૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. બાદમાં આરોપી દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉંવ.૩ર) રહે. રામેશ્વરનગર, જામનગરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા પોતાને દ્વારિકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજૂરી ગામે રહેતા ભરતભાઈ ભીમશીભાઈ આંબાલિયા તેની પાસે રૂપિયા બે લાખ માંગતા હોય, તેની પાસેથી લીધેલાની કબૂલાત કરવામાં આવી હતી. ભરતભાઈ આંબલિયાએ જાતે પોતાની રીતે ય્ત્ન-૦૧-ઇેં-૪૯૫૪ નંબરના કાગળો બનાવી નાખેલ હતા. આ કાગળો તથા એક ઘનશ્યામસિંહ સીદુભા જાડેજાના નામનું ગુજરાત પોલીસનું ઓળખ કાર્ડ પણ મળી આવેલ હતું. જે બોગસ આર.સી.બુક, કાગળો તથા ઓળખ કાર્ડ કે જે પોતાના પિતાનું હોઈ, પોલીસ દ્વારા કબજે કરવામા આવેલ છે. ભૂતકાળમાં સને ર૦૦૯ તથા ર૦૧૪માં જામનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશના બે ગુનાઓમાં પકડાયેલ છે. ઉપરાંત સને ર૦૧૪ તથા ર૦૧૬માં સુરત શહેરના પલસાણા અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તેમજ સને ર૦૧૯માં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના કેસોમાં પણ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ પકડાયેલા આરોપી ખૂનની કોશિક અને વિદેશી દારૂના અડધો ડઝન જેટલા ગંભીર ગુનાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુનેગાર હોવાની વિગતો જૂનગઢ પોલીસને સાંપડેલ છે.
પકડાયેલા આરોપી દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી મળી આવેલ બોગસ આરસી બુક તથા ગુજરાત પોલીસનું ઓળખ કાર્ડ બાબતે સી ડિવિઝન પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવવા, તેના સાચા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમોનો ઉમેરો કરી, આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ હતા. પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપીએ બનાવેલા ખોટા દસ્તાવેજો બાબતે પુરાવાઓ એકત્રિત કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે.
જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ દ્વારા આ હુંડાઈ કારની ચોરીમાં સંડોવાયેલ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજૂરી ગામે રહેતા આરોપી ભરત ભીમશીભાઈ આંબલિયાને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.