જૂનાગઢ, તા.૩
જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા ટીમ દ્વારા મળેલ બાતમી આધારે દારૂના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હીરાભાઈ પૂંજાભાઈ બારાઈ (રહે.સંજ્યનગર, ગ્રાંધીગ્રામ)ને ગાંધીગ્રામ વિસ્તારમાંથી પકડી પાડવા ધરપકડ કરવા માટે તેના રહેણાંક મકાને રેઈડ કરવામાં આવેલ હતી. આરોપી હીરાભાઈ પૂંજાભાઈ ભારાઈ ઘરે હાજર મળી આવેલ નહતો. પરંતુ તેના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈ (ઉ.વ.૫૪) હાજર મળી આવેલ હતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા મકાનમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા મકાનની અંદર આવેલ મંદિર નીચેની લાદી ખેસવી તપાસ કરતાં ભોંયરા જેવું ચોરખાનું મળી આવેલ હતું. જે ચોરખાનાનું તપાસ હાથ ધરવામાં આવતા સાત જેટલી નાની પેટીમાં જુદા જુદા દરની રૂા.૩૨,૫૩,૫૦૦/-ની ચલણી નોટો મળી આવેલ હતી. તપાસ તપાસ દરમ્યાન માતબર રકમની ચલણી નોટો મળી આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઊઠી હતી. અને હાજર આરોપી હીરા પૂંજાભાઈ રબારીના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈ સંતોષકારક જવાબ આપી શકેલા ન હતા. જેથી સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તમામ રોકડ રકમ રૂા.૩૨,૫૩,૫૦૦ કબજે કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા પકાયેલ રોકડ રકમની વધુ સઘન તપાસ હાથ ધરી જૂનાગઢ ઈન્કમટેક્ષ વિભાગને તથા એફ.એસ.એલ.ને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.