જૂનાગઢ, તા.ર
સિંહોની પજવણીના કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં જૂનાગઢ વન વિભાગને સફળતા મળી છે. જૂનાગઢ વન વિભાગ હેઠળની ડુંગર ઉત્તર રેન્જનાં રણશીવાવ રાઉન્ડનાં ગિરનાર ઈકો-સેન્સેટિવ ઝોનમાં આવતા ભલગામ રેવન્યુ વિસ્તારમાં તા.રપ-૪-ર૦ર૦ના રોજ સિંહો મારણ ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ સિંહો પાછળ ટ્રેક્ટર દોડાવી અને પથ્થરમારો કરી સિંહોને મારણ પરથી હટાવી અને સિંહોની પજવણી કરતો વીડિયો વાયરલ થતા આર.પી.જીડીયાએ બિલખાનાં રહેવાસી વિશાલ નાજભાઈ જેબલીયા ઉર્ફે રાજુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જામીન ઉપર મુક્ત કરેલ છે.