જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેરના આંબેડકરનગર હનુમાન વિસ્તારમાં રહેતા વિજયભાઈ ઘુઘલ પાસે સાગર પ્રવિણ રાઠોડ પૈસા માંગતો હોય જે બાબતે સાગર અને રાહુલ ચંદુ વાળાએ શરીરે માર મારી ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પૈસાની લેતી દેતી બાબતે આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. વિજયભાઈના પિતા હીરાભાઈ ઘુઘલે બંને વિરૂદ્ધ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ ચલાવી રહ્યા છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.