જૂનાગઢ,તા.૧
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રપ આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સુભાષ ત્રિવેદી, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જૂનાગઢ દક્ષિણ રેન્જની બદલી કરાઈ છે અને તેમને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ બોર્ડર રેન્જ ભૂજ ખાતે નિમણૂંક અપાઈ છે. જ્યારે મનીન્દર પ્રતાપસિંઘ પવાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી (ક્રાઈમ-૪) ગાંધીનગરની બદલી કરીને તેમને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જૂનાગઢ દક્ષિણ રેન્જમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે વાસમસેટી રવિ તેજા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ માંગરોળ (જૂનાગઢ)ને બઢતી આપીને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ઝોન-પ, અમદાવાદ શહેરમાં નિમણૂંક અપાઈ છે.
જ્યારે નિતેશ પાંડે, અજમાયથી આઈપીએસ જૂનાગઢને મદદનીશ પોલીસ અધિક્ષક, ધોળકા (અમદાવાદ) ખાતે નિમણૂંક અપાઈ છે જ્યારે એમ.ડી. ઉપાધ્યાય, પોલીસ ઈન્સ્પેક્ટરને બઢતી આપી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારધારી), સોમનાથ મંદિર (ગીર સોમનાથ જિલ્લો) ખાતે નિમણૂંક અપાઈ છે. જ્યારે ઈમ્તિયાઝ જી.શેખ, મદદનીશ પોલીસ કમિશ્નર, ઈ-ડિવિઝન, અમદાવાદ શહેરની પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, પોરબંદર ખાતે નિમણૂંક અપાઈ છે.