(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૦
જૂનાગઢના ભારત મીલના ઢોરા વિસ્તારમાં અગાઉના મનદુઃખે બનેલા બનાવમાં તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલાનો બનાવ બનવા પામેલ જેમાં એક હત્યા થતાં ૮ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવનાં પગલે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ભારત મીલના ઢોરા પાસે રહેતા સલીમ યુસુફભાઈ સમા (ગામેતી)એ પોલીસમાં એવી ફરિયાદ નાધાવી છે કે આ કામના આરોપી સીરાજશા હમીદશા, ફકીર, અબ્દુલ્લાશા કફીર, અનો સતાર મકરાણી, તોફિક ઉર્ફે ગુલાબી હમીદશા, સોહિલ ઉર્ફે બાડો, હમીદશા ફકીર, નાઝીમ નજીર ગામેતી, અનવર રફાઈ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ભારત મીલના ઢોરા પાસે રહેતા હબીબી મુસાભાઈ ગામેતી સાથે અગાઉ મનદુઃખ ચાલતું હોય અને તેની પોલીસ ફરિયાદ પણ થયેલ હતી અને આ કામના ફરિયાદી તેમજ જુસબ તેયબભાઈ ગામેતી પણ સામે હોય એવું માની આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો ધારણ કરી અને ગઈકાલે રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યાના અરસામાં હુમલો કરેલ. જેમાં જુસબ તૈયબભાઈ ગામેતીને મારમારીને ગંભીર ઈજા પહોંચાડેલ દરમ્યાન આ ઝઘડામાં ફરિયાદી વચ્ચે પડતાં તેને પણ માર મારેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઘરમાં ઈજા થવાના કારણે મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ બનાવ અંગે રાત્રીના ર.૩૦ વાગ્યે ફરિયાદ દાખલ થતાં આરોપીઓ વિરૂદ્ધ કલમ ૩૦ર, ૩૦૭, ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૪ર૭, ૪પર, પ૦૪, પ૦૬(ર) તેમજ જીપી એક્ટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ ચલાવી રહેલ છે.