જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢના ગોધાવાવની પાર્ટી વાલ્મિકી નગર ખાણ ફળિયામાં રહેતા અને મનપામાં સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા માર્ચનાં કન્વીનર પ્રદિપ વેલજી જેઠવા તેમજ ભાજપના કાર્યકર જયેશ જેન્તી સોલંકી સહિતના કડિયાવાડ શાકમાર્કેટમાં ભાજપના ઝંડા દુકાને દુકાને લગાવી રહ્યા હતા. તે દરમિયાન કિશન ઉર્ફે ટકલો એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવી અને ગાળો બોલી લાકડી લઈ મારવા દોડતા પ્રદિપ જેઠવા સહિતના કાર્યકર્તા ત્યાંથી ભાગી ગયા હતા. બાદ ફરી દુબડી પ્લોટ પાસે ઝંડા લગાવતા હતા. તે દરમ્યાન કિશન ઉર્ફે ટકલો અને એક અજાણ્યો શખ્સ બાઈક લઈ ત્યાં ધસી આવ્યા અને ઢીકા-પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.આર.કોદાવાલા ચલાવી રહ્યા છે.