(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
જૂનાગઢના ભારત મિલના ઢોરા નજીક પંદર દિ’ પહેલા બનેલા એક બનાવ અંગે ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હત્યા કેસના મનદુઃખે મકાન સળગાવી નાખવા અંગે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ભારત મિલના ઢોરા પાસે રહેતા જેનુબેન હબીબભાઈ સુમરા (ઉ.વ.પપ)એ સીરાજશા હમીતશા ફકીર, સલીમ ભુરિયો, અબ્દુલશા અકબરશા ફકીર, અનવર ઉર્ફે અના સતાર મકરાણી તથા બે અજાણ્ય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલી છે. જેમાં જેનુબેનના પ(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
જૂનાગઢના ભારત મિલના ઢોરા નજીક પંદર દિ’ પહેલા બનેલા એક બનાવ અંગે ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હત્યા કેસના મનદુઃખે મકાન સળગાવી નાખવા અંગે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ભારત મિલના ઢોરા પાસે રહેતા જેનુબેન હબીબભાઈ સુમરા (ઉ.વ.પપ)એ સીરાજશા હમીતશા ફકીર, સલીમ ભુરિયો, અબ્દુલશા અકબરશા ફકીર, અનવર ઉર્ફે અના સતાર મકરાણી તથા બે અજાણ્ય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલી છે. જેમાં જેનુબેનના પતિ તથા તેના બાળકો તેમજ તેના લતાના માણસો સાથે શકદારોના ભાઈ રજાકશા અકબરશા ફકીર સાથે અગાઉ માથાકૂટ થયેલ તેમાં મારામારીમાં રજાકશા અકબરશા ફકીર સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જેના મનદુઃખના કારણે તેમજ ફરિયાદીના પતિ હસુમશા પીરની દરગાહના ટ્રસ્ટી હોય તેના મનદુઃખના કારણે ફરિયાદનું મકાન સળગાવી નાખી તેમજ પાડી નાખી અંદાજે રૂા.૩ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૪૩૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.જે.કડછા ચલાવી રહ્યા છે.તિ તથા તેના બાળકો તેમજ તેના લતાના માણસો સાથે શકદારોના ભાઈ રજાકશા અકબરશા ફકીર સાથે અગાઉ માથાકૂટ થયેલ તેમાં મારામારીમાં રજાકશા અકબરશા ફકીર સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જેના મનદુઃખના કારણે તેમજ ફરિયાદીના પતિ હસુમશા પીરની દરગાહના ટ્રસ્ટી હોય તેના મનદુઃખના કારણે ફરિયાદનું મકાન સળગાવી નાખી તેમજ પાડી નાખી અંદાજે રૂા.૩ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૪૩૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.જે.કડછા ચલાવી રહ્યા છે.