(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૨૪
જૂનાગઢનાં નાયબ પોલીસ અધિકારી સ્કવોડનાં પોલીસ કોન્સ્ટેબલ ભરત વિરાભાઈ અને સ્ટાફે ઉદયભાઈ પ્રવિણભાઈ વાંક (રહે.બિલખાને) હદપારી ભંગ બદલ ઝડપી લીધેલ છે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દ્વારા જૂનાગઢ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લામાંથી ૩-૧-૧૮થી ત્રણ માસ માટે હદપાર હોવા છતાં જૂનાગઢમાં પ્રવેશ કરતાં મળી આવેલ તેનાં વિરૂદ્ધ હદપારી ભંગની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કેશવભાઈ મંગાભાઈ ચલાવી રહ્યાં છે.જ્યારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કોન્સ્ટેબલ રોહિત રામકુભાઈ અને સ્ટાફે ઈન્દિરા નગર નજીકથી ટપુ કારાભાઈ મોરી (રબારી, ઉ.વ.૩૯)ને હદપારી ભંગ બદલ ઝડપી લીધેલ છે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા એક વર્ષ માટે તેને હદપાર કરેલ હોય તેમ છતાં ગેરકાયદસર રીતે પ્રવેશ કરી હદપારી ભંગ કરવા અંગે તેનાં વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.એમ.કટારા ચલાવી રહ્યાં છે.