જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વંથલીના શાપુર અને મેંદરડા તાલુકાના ઈટાળી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને અડધા કલાકમાં વૃક્ષો, થાંભલા ધરાશાયી થયા હતા. ગઈકાલે સાંજે વંથલી તાલુકાના શાપુરથી મેંદરડા તાલુકાના ઈટાળી પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અડધા કલાકમાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો. અજાબમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદમા ૭ મીમી, મેંદરડામાં ૧૧ મીમી, માળીયાહાટીના ર૩ મીમી અને વંથલીમાં ૮ મીમી વરસાદ ફલડ કંટ્રોલમાં નોંધાયો હતો.