જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢ જિલ્લાના કુલ ૯ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ અંગેની કેસ હિસ્ટ્રી જોઈએ તો જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસ આવવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌપ્રથમ ભેંસાણ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક તબીબ અને તેના સહકર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે હાલ આ બંને સ્વસ્થ છે. ત્યારબાદ પ્રિયંકા પાર્ક-ર જૂનાગઢ ખાતે એક કેસ આવ્યો હતો. ત્યારબાદ માંગરોળ, પાણકુવા-માળિયા, પ્રેમપરા વિસાવદર, રાણપુર ભેંસાણ અને ઝરીયાવાડા-માંગરોળ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેશોદ અને સૂત્રાપાડા તાલુકાના ઉંબરી ગામમાં જે પોઝિટિવ કેસ આવ્યો હતો તે જ બસમાં મહારાષ્ટ્રથી અહીં આવ્યા હતા અને તે જ બસમાં કેશોદના આ વ્યક્તિ મુસાફરી કરતાં હોય તેમને કોરોના પોઝિટિવ આવતા જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત માણવદર તાલુકાના ઈન્દ્રા ગામના ૬૮ વર્ષના એક વૃદ્ધાને પણ કોરોના પોઝિટિવ છે. આમ જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા પૈકી ૭ તાલુકામાં કોરોના પોઝિટિવ આવેલ છે. જૂનાગઢ શહેરમાં મધુરમમાં ૧ કેસ પોઝિટિવ બહાર આવ્યો હતો.
વિશેષમાં કેશોદમાં આવેલ પોઝિટિવ દર્દી કુલ ૩૧ લોકોના સંપર્કમાં આવેલ છે. જેમાં બે વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશનમાં તબિયત સારી ન હોવાથી રાખવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા પૈકી ૭ તાલુકામાં કોરોનાનો પેસારો

Recent Comments