(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૧૯
જૂનાગઢ જિલ્લાની કુલ ૬ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૬માંથી પાંચ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય વાવટો ફરક્યો છે જ્યારે ભાજપનો લગભગ સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલી, વિસાવદર, ચોરવાડ, માંગરોળ અને માણાવદર નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી છે. જ્યારે ભાજપને માત્ર એક જ બાંટવા નગરપાલિકામાં બહુમતી મળી છે. આમ બાંટવાને બાદ કરતા જૂનાગઢ જિલ્લાની પાંચ ન.પા.માં કોંગ્રેસનું શાસન આવ્યું છે. જેમાં વિસાવદર નગરપાલિકાની રપ બેઠકમાંથી ૧૩ કોંગ્રેસને ફાળે ગઈ છે. ૧ર બેઠક ભાજપને મળી છે. કોંગ્રેસનો સૌથી જોરદાર વિજય વંથલી ન.પા.માં થયો છે. વંથલીમાં કાંગ્રેસને રપમાંથી ર૦ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળી છે. જ્યારે ભાજપને ચાર બેઠક મળી છે. જ્યારે માણાવદર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૪ બેઠકો સાથે બહુમતી મળી છે. ભાજપને ફાળે ૧ર બેઠક ગઈ છે એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ છે. માંગરોળની નગરપાલિકાની ભારે રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને ૧૪-૧૪ બેઠક મળી છે. તે સાથે કોંગ્રેસ સમર્થિત ૮ અપક્ષ ઉમેદવારો વિજેતા થયા છે. તેમ માંગરોળ કોંગ્રેસ + અપક્ષનું સંખ્યાબળ રરનું થતાં માંગરોળમાં પણ કોંગ્રેસના શાસન નક્કી થયું છે જ્યારે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૭ બેઠક મેળવી છે. ચારવાડ શહેર ભાજપના સાંસદ રાકેશ ચુડાસમાનું હોમ ટાઉન છે. અહીં પણ ભાજપનો સફાયો થયો છે. આમ જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી બાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને પ્રચંડ સફળતા મળી છે. જ્યારે ભાજપના સુપડા સાફ થઈ ગયા છે.