જૂનાગઢ, તા.૯
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યનું ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં જૂનાગઢ જિલ્લાનું ૭૪.પ૦ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે જૂનાગઢ કેન્દ્રનું ૭૪.૦૯ ટકા પરિણામ આવેલ છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં એવન ગ્રેડમાં કુલ પાંચ વિદ્યાર્થીઓ આવેલા છે. આલ્ફા સ્કૂલના વિદ્યાર્થીઓ મુળિયા ચિરંતન વિજયકુમાર ૯૯.૯ર (પીઆર) સાથે બોર્ડમાં આઠમાં ક્રમે તેમજ બદ્રકીયા વિધી વસંતકુમાર (૯૯.૭૪ પીઆર) જિલ્લામાં બીજા સ્થાને, પાંચાણી નંદીની પંકજભાઈ ૯૯.૬૯ (પીઆર) સાથે જિલ્લામાં ત્રીજા ક્રમે આવ્યા છે.